February 17, 2026 | Leave a comment | Home પોરંબદરના દરિયાકાંઠેથી 200 કિલો શંકાસ્પદ ડ્રગ્સ સાથે બે ઈરાનીની ધરપકડ ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી (ATS) અને કોસ્ટ ગાર્ડે પોરબંદરના દરિયાકાંઠાથી આશરે 200 કિલોથી વધુ શંકાસ્પદ રાસાયણિક પદાર્થો સાથે એક સ્પીડબોટમાંથી બે ઇરાની નાગરિકોની ધરપકડ કરી હતી. એટીએસના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (ડીઆઈજી) સુનિલ જોશીએ જણાવ્યું હતું કે સંયુક્ત કાર્યવાહીમાં બંને એજન્સીઓએ સોમવારે રાત્રે પોરબંદર કિનારાથી લગભગ 140 નોટિકલ માઇલ દૂર એક ઈરાની સ્પીડબોટને અટકાવી હતી, જેમાંથી સફેદ પાવડરના 203 પેકેટ જપ્ત કરાયા હતાં અને આરોપીની ધરપકડ કરાઈ હતી..બોટમાંથી સફેદ પાવડર કેમિકલ ધરાવતા પેકેટ મળી આવ્યાં હતાં અને આ પદાર્થને ફોરેન્સિક લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો હતો. પ્રાથમિક હેરોઈન ડિટેક્શન કીટમાં આ કેમિકલ ઓળખી શકાયું નથી.